આમંત્રણ

"ધબકાર" એ મારા દ્વારા રચાયેલી મૌલિક કૃતિઓનો અને મારા જીવનમાં વણાયેલા સ્મરણો નો સમન્વય છે.

આ એક માત્ર મારો પ્રયાસ છે, મારામાં રહેલ આનંદ, શોક, લાગણી અને પ્રેમ ને આપ સુધી પહોંચાડવાનો!

આ બ્લોગમાં રહેલી રચનાઓ નેં મેં કઈંક એવી રીતે પ્રદર્શિત કરવાનો પ્રયત્ન કર્યો છે કે જેથી કરીને તમારી અને મારી મુલાકાત એક આનંદદાયક મુલાકાત બની જાય.

ધડકવા દો તમારા હૃદયને મન મુકીને આજે, ને એક ધબકાર મારો પણ.......

કમલ અંબાલિયા

Sunday, September 18, 2011

(૧૩) શરૂઆત થઇ ગઈ

એને ગમે કે ન ગમે આજે તો શરૂઆત થઇ ગઈ.
આંખો મળી ગઈ મારી ને, દિલ ને હાશ થઇ ગઈ.

એના નયન કમળોમાં નિહાળી રહ્યો તો ખુદ ને હું.
એ પૂછે કે ના પૂછે, આજે આંખોથી વાત થઇ ગઈ.
ટગર-ટગર જોઈ રહ્યોતો એના મદમસ્ત યૌવનને,
સ્મિત આછું છલકાયું જ્યાં, મનને નિરાંત થઇ ગઈ.

જાણવાને હતો આતુર કેવો, શું રાખ્યા હશે નામ?
જાણી ના શક્યો બેબસ, કેવી કરામત થઇ ગઈ.
ખબર ના રહી ક્યારે છલકાવી ગઈ નજરો ના જામ,
જ્યાં-ત્યાં ચારેકોર બસ એની જ ચર્ચા થઇ ગઈ.

મારા વ્યાકુળ દિલ ને કેમ કરી ને સમજાવું,
રુદિયાની મારી ધડકનો શાને અશાંત થઇ ગઈ.
મારી આંખોની ભાષા જાણે એ સમજી ગઈ,
મારા નવા-નવા પ્રેમની આજે રજૂઆત થઇ ગઈ.

-કમલ અંબાલિયા-

Sunday, September 20, 2009

(૧૨) તમે ખરા?

યાદ તો આવે છે ખૂબજ તમારી,
પણ યાદ કરો છો તમે ખરા?
સપનું આવીને જતું રહ્યું,
પણ હકીકત સમજો છો તમે ખરા?

પ્રેમ કર્યો છે ખરા હ્રદયથી,
પણ દાદ આપો છો તમે ખરા?
ના પાડતા આવડે છે ખૂબજ સારી,
પણ હા કહેતા આવડે છે ખરા?

તડપ છે ખૂબજ તમારી,
પણ તરસ છીપાવો છો તમે ખરા?
દૂર-દૂર રહ્યા મનમોહક અદાથી,
પણ સમીપ આવશો તમે ખરા?

-કમલ અંબાલિયા-

(૧૧) નવું ઘર બદલતા

તને છોડીને જવાનું હશે,
ત્યારે જરૂર કંઇક થવાનું હશે.
વીતેલા એ અવિસ્મરણીય દિવસો,
ગુજારેલી એ મીઠી રાતો!
બાળપણથી જવાનીની,
સાથે વીતાવેલી એ સફર;
લોકો કરી ગયા છે જેની કદર.
ક્યાં ખબર હતી એવી,
કે એક 'દિ' છુટશે સંગાથ તારો;
અને મળી જશે કોઈ નવો આરો.
હૈયામાં છે વ્યથા - કંઇક ભાર,
છતાં પણ જાણે નવા શમણા નો ઉજાસ!
ભગવાનની સરવાળા-બાદબાકી,
જે ઘરમાં જોઈ-અનુભવી હતી.
ખ્યાલ ન્હોતો એવો કે .......
એને શું આજે વીસરી જવાશે!

-કમલ અંબાલિયા-

Sunday, July 19, 2009

(૧૦) શાયરી - ૧

જોયો છે પ્રેમનો સાગર મેં તારી આંખોમાં
જ્યાં ડૂબી રહ્યો તો 'કમલ' તારી યાદોમાં
વિચારોના હલેસા મારી, મન મૂકી ખ્વાબોમાં
'સખી' તું ક્યાં છે કહી શોધી રહ્યોતો બાહોમાં

-કમલ અંબાલિયા-

સપનું તરસ્યું છે, મન પણ તરસ્યું છે.
'કમલ' પણ એટલોજ તરસ્યો-તરસ્યો છે.
અહી-તહીં ચારેબાજુ ખુંદી વળ્યો ચારે દિશા,
છેવટે 'સખી'નો પ્રેમ પણ એટલો જ વરસ્યો છે.

-કમલ અંબાલિયા-

સસ્તી મજા માટે ઇન્સાન શાને સુરા પીતો હશે.
પીધા પછી પણ એ જાણે કેમ તરસતો હશે.
જો એને મળી જાય તારી નજરોના જામ,
તો પછી 'સખી' શું એ છાનો રહેતો હશે?

-કમલ અંબાલિયા-

કોણ કેવું છે એ ખબર પડી ગઈ,
ને દુનિયા આખી મને નડી ગઈ.
જિંદગીની ફિલસુફી કહું કે બંદગી,
મારી જ દશા મને નડી ગઈ.

-કમલ અંબાલિયા-

(૯) તારા થકી

રોવાની દશામાં કોઈકે મને હસાવ્યો છે,
એ તારો જ પ્રેમ છે કે જેણે મને જીવાડ્યો છે.

કેટ-કેટલાયે લોકોએ ઘેલો કહી સતાવ્યો છે,
એક તારા જ દિલે છેલો કહીને બોલાવ્યો છે.

ખોવાની દ્રષ્ટિએ તો ઘણું બધું પામ્યો છે,
આ 'કમલ' દીવાનો બસ તને જ ચાહ્યો છે.

દુનિયાએ તો એની મીઠી વાતોમાં ફસાવ્યો છે,
મારી 'સખી'એ મને ત્યાંથી પણ બચાવ્યો છે.

દોસ્તોએ નાવ મોકલીને મને ડુબાડ્યો છે,
તારા હૈયારૂપી પાંદડે મને તરાવ્યો છે.

એક એવો રોગ કે જે દરેક વૈદે તપાસ્યો છે,
એ તારી જ માયા છે જે દવા વગર મટાડયો છે.

મહોબ્બતનો રસ્તો કે જે સૃષ્ટિએ ભુલાવ્યો છે,
તારી જ લાગણીએ જિંદગી જીવતા શીખવાડ્યો છે.

-કમલ અંબાલિયા-

Saturday, July 11, 2009

(૮) આજે

પહેલા જે 'હું' હતો એ આજે 'કોઈક' થઇ ગયો,
હવે તો આદત પડી ગઈ છે તમારા વિના રહેવાની.

ભમરો જે ગણગણતો એ આજે દૂર થઇ ગયો,
ફૂલોને પણ ટેવ પડી ગઈ છે કાંટા સાથે રહેવાની.

દોસ્તીની જે સુંદર પળ હતી એ આજે ફોક થઇ ગઈ,
દુશ્મનોને પણ ભાળ મળી ગઈ છે દોસ્તના જુદા થવાની.

સુખની જે કલ્પના હતી એ આજે વ્યાધિ થઇ ગઈ,
હવે તો ઈચ્છા થઇ આવી છે જિંદગીનો સાથ છોડવાની.

ભવિષ્યની જે યોજના હતી એ કિસ્મત પાર આજ રોવાનું,
હવે 'કમલ' ને વ્યસન થઇ ગયું છે દુઃખનાં જામ પીવાનું.

દિલમાં જે તમ્મના હતી એ આજે અચાનક મુરજાઇ ગઈ,
હવે તો વાત ચાલી રહી છે એક નવી દુનિયા શોધવાની.

નિકટ હતા જે હમેંશા એ આજે શાથી દૂર થયા,
હવે તો મરજી મળી ગઈ છે સંગ તમારો છોડવાની.

- કમલ અંબાલિયા -

(૭) મુશ્કેલી

આવ્યા છો આ દુનિયામાં,
કંઇક કામ પૂરું કરવા;
પણ જો કામ જ અધૂરું રહી જાય,
તો પાછા વળીને જોવું મુશ્કેલ છે.

સફર છે ખુબ જ લાંબી આ,
સમયની થોડી અછત છે;
વચમાં જો અડચણ આવી ગઈ,
તો પાર થવું મુશ્કેલ છે.

જિંદગી તો જીવતા નથી આવડતી,
પણ ઈચ્છાઓ ખુબજ વધારે છે;
કંટક પથરાયેલા છે રાહ પર,
એની પર ચાલવું ખુબજ મુશ્કેલ છે.

લાલસા છે જે જીવની બધાને,
એક 'દિ' એ જ દગો દેશે;
દેહ તો ઘણા મળશે,
પણ સારો આત્મા બનવું મુશ્કેલ છે.

- કમલ અંબાલિયા -