આમંત્રણ

"ધબકાર" એ મારા દ્વારા રચાયેલી મૌલિક કૃતિઓનો અને મારા જીવનમાં વણાયેલા સ્મરણો નો સમન્વય છે.

આ એક માત્ર મારો પ્રયાસ છે, મારામાં રહેલ આનંદ, શોક, લાગણી અને પ્રેમ ને આપ સુધી પહોંચાડવાનો!

આ બ્લોગમાં રહેલી રચનાઓ નેં મેં કઈંક એવી રીતે પ્રદર્શિત કરવાનો પ્રયત્ન કર્યો છે કે જેથી કરીને તમારી અને મારી મુલાકાત એક આનંદદાયક મુલાકાત બની જાય.

ધડકવા દો તમારા હૃદયને મન મુકીને આજે, ને એક ધબકાર મારો પણ.......

કમલ અંબાલિયા

Sunday, July 5, 2009

(૪) મારી દ્રષ્ટિએ

વાતો કરતી તસ્વીર છે એ,
અવાજ દેતી ધડકન છે એ.
કોડભરી કન્યા છે એ,
સાચે જ મારી તકદીર છે એ.

હાલકડોલક સરિતા છે એ,
શબ્દોની કવિતા છે એ.
રૂપરૂપનો અંબાર છે એ,
સાચે જ મારી મહોબ્બત છે એ.

કલરવ કરતી કોયલ છે એ,
નાચ નચાવતી બિન છે એ.
કામણગારી નારી છે એ,
સાચે જ મારી દુનિયા છે એ.

મંદ-મંદ લહેરાતી હવા છે એ,
ફૂલોમાં પ્રસરતી સુગંધ છે એ.
જેવી છે એવી મારી છે એ,
સાચે જ મારી જાન છે એ.

-કમલ અંબાલિયા-

No comments: