આમંત્રણ

"ધબકાર" એ મારા દ્વારા રચાયેલી મૌલિક કૃતિઓનો અને મારા જીવનમાં વણાયેલા સ્મરણો નો સમન્વય છે.

આ એક માત્ર મારો પ્રયાસ છે, મારામાં રહેલ આનંદ, શોક, લાગણી અને પ્રેમ ને આપ સુધી પહોંચાડવાનો!

આ બ્લોગમાં રહેલી રચનાઓ નેં મેં કઈંક એવી રીતે પ્રદર્શિત કરવાનો પ્રયત્ન કર્યો છે કે જેથી કરીને તમારી અને મારી મુલાકાત એક આનંદદાયક મુલાકાત બની જાય.

ધડકવા દો તમારા હૃદયને મન મુકીને આજે, ને એક ધબકાર મારો પણ.......

કમલ અંબાલિયા

Saturday, July 11, 2009

(૬) મને પસંદ નથી

આમાં એક નવ-પરિણીત યુગલની વાત છે, કે જેમાં એક પ્રેમી પોતાની પ્રેમિકાને પોતાના દિલની વાત વ્યક્ત કરી રહ્યો છે.
------------------------------------------------

પેટાવી દે દીપક, અંધકાર દૂર કરી દે;
તિમિર મને પસંદ નથી, ઉજાસ તું કરી દે.

ઉઠાવી દે ઘૂંઘટ, મુખડું તારું બતાવી દે;
અમાસ મને પસંદ નથી, પૂનમ તું બતાવી દે.

હટાવી દે ઝુલ્ફો, નયનો તારા બતાવી દે;
રાત્રિ મને પસંદ નથી, સવાર તું બતાવી દે.

હઠ તું છોડી દે, મદભર્યા 'અધર' દેખાડી દે;
લજ્જા મને પસંદ નથી, મુખ સહજ મલકાવી દે.

પહેરીલે પાયલ, ઝણકાર સુણાવી દે;
બહેરાશ મને પસંદ નથી, મધુર ગીત સંભળાવી દે.

બનાવી લે સાજન, દિલ તારું મને આપી દે;
આળસ મને પસંદ નથી, પાનેતર સ્વીકારી લે.

ઓઢીલે સાડલો, મારી ચૂડલી સ્વીકારી લે.
સવાલ મને પસંદ નથી, ઘર મારું વસાવી દે.

- કમલ અંબાલિયા-

2 comments:

Anonymous said...

ત્રીજા નંબરના શેરોમાં વિરામચિહન મૂકવામાં ભૂલ કરી દીધી છે,
તેથી સંભવ છે કે અર્થ નો અનર્થ થઈ જાય.

હટાવી દે ઝુલ્ફો, નયનો તારા બતાવી દે;
રાત્રિ મને પસંદ, નથી સવાર તું બતાવી દે.

આમાં " રાત્રિ મને પસંદ નથી,સવાર તું બતાવી દે" એમ જ લખવા ના હશો પન ટાઈપીંગ ભૂલ થઈ લાગે છે.

Kamal said...

To,

Kalamprasadi

હા તમારી વાત સાચી છે. ટાઈપીંગ ભૂલ થઇ ગઈ છે.

Thanks to bring the notice on error. I have correct it.