આમંત્રણ

"ધબકાર" એ મારા દ્વારા રચાયેલી મૌલિક કૃતિઓનો અને મારા જીવનમાં વણાયેલા સ્મરણો નો સમન્વય છે.

આ એક માત્ર મારો પ્રયાસ છે, મારામાં રહેલ આનંદ, શોક, લાગણી અને પ્રેમ ને આપ સુધી પહોંચાડવાનો!

આ બ્લોગમાં રહેલી રચનાઓ નેં મેં કઈંક એવી રીતે પ્રદર્શિત કરવાનો પ્રયત્ન કર્યો છે કે જેથી કરીને તમારી અને મારી મુલાકાત એક આનંદદાયક મુલાકાત બની જાય.

ધડકવા દો તમારા હૃદયને મન મુકીને આજે, ને એક ધબકાર મારો પણ.......

કમલ અંબાલિયા

Saturday, June 20, 2009

(૧) કેમ આવું થાય છે!

ઊંચી નીચી થાય છે પાંપણ,
સ્મિત આછું વેરાય છે.
હૈયે છે જે હોઠે આવતા,
પાછું કેમ ઠેલાય છે.

હસી રહ્યો છે સુરજ આજે,
કોયલ મીઠું ગાય છે.
તારા દિલ ની જે વાત છે એ,
કહેતા કેમ ખચકાય છે.

વેરવિખેર થાય છે ઝુલ્ફો,
પવન શીતળ વાય છે.
મારા પ્રત્યે જે લાગણી છે એ,
દર્શાવતા કેમ ગભરાય છે.

કાજળ ભર્યા નયનોમાં,
તસ્વીર મારી દેખાય છે.
હું તો જાણું છું મનની વાત,
પણ તું શા માટે શરમાય છે.

-કમલ અંબાલિયા-

No comments: