આમંત્રણ

"ધબકાર" એ મારા દ્વારા રચાયેલી મૌલિક કૃતિઓનો અને મારા જીવનમાં વણાયેલા સ્મરણો નો સમન્વય છે.

આ એક માત્ર મારો પ્રયાસ છે, મારામાં રહેલ આનંદ, શોક, લાગણી અને પ્રેમ ને આપ સુધી પહોંચાડવાનો!

આ બ્લોગમાં રહેલી રચનાઓ નેં મેં કઈંક એવી રીતે પ્રદર્શિત કરવાનો પ્રયત્ન કર્યો છે કે જેથી કરીને તમારી અને મારી મુલાકાત એક આનંદદાયક મુલાકાત બની જાય.

ધડકવા દો તમારા હૃદયને મન મુકીને આજે, ને એક ધબકાર મારો પણ.......

કમલ અંબાલિયા

Saturday, June 20, 2009

(૨) શું થયું?

મીટ માંડી તો ખરા મારી તરફ,
પણ ઓરે આવતા શું થયું?
દલડું તો મારું છીનવી લીધું,
પણ હૈયું આપતા શું થયું?

દી' રાત તો મારા લુંટી લીધા,
એક દી' મળતા શું થયું?
પાગલ 'મજનું' બનાવી દીધો,
પણ 'લૈલા' બનતા શું થયું?

જામ પ્રેમનો ઝુંટવી લીધો,
પણ ઘુંટડો ભરતા શું થયું?
જાન મારી લઇ લીધી,
પણ જિંદગી આપતા શું થયું?

-કમલ અંબાલિયા-

No comments: