આમંત્રણ

"ધબકાર" એ મારા દ્વારા રચાયેલી મૌલિક કૃતિઓનો અને મારા જીવનમાં વણાયેલા સ્મરણો નો સમન્વય છે.

આ એક માત્ર મારો પ્રયાસ છે, મારામાં રહેલ આનંદ, શોક, લાગણી અને પ્રેમ ને આપ સુધી પહોંચાડવાનો!

આ બ્લોગમાં રહેલી રચનાઓ નેં મેં કઈંક એવી રીતે પ્રદર્શિત કરવાનો પ્રયત્ન કર્યો છે કે જેથી કરીને તમારી અને મારી મુલાકાત એક આનંદદાયક મુલાકાત બની જાય.

ધડકવા દો તમારા હૃદયને મન મુકીને આજે, ને એક ધબકાર મારો પણ.......

કમલ અંબાલિયા

Sunday, July 5, 2009

(૫) વહેંચવું છે સપનું!

કવિએ જોયેલું એક સપનું કે જેમાં બધુંજ છે પણ તેની પ્રિયતમા નથી. આથી તે સપનામાં જોયેલી દરેક વસ્તુને પોતાની પ્રેમિકા સાથે સરખામણી કરે છે અને દર્શાવે છે તેની પ્રેમિકાજ શ્રેષ્ઠ છે.
--------------------------------------------
વહેંચવા નીકળ્યો છું સપનું, ખરીદશે કોઈ!
ટાઢા પહોરનું ગપ્પું નથી, માનશે કોઈ!

સાત સમુંદર પાર કર્યા છે સાત પગલા ભરીને,
ઠેર-ઠેર વહેંચીને આવ્યો છું, લેશે કોઈ!

સુંદર છે મહેલ એમાં, રાચ-રચીલું પુષ્કળ છે!
ધનની કશી ખોટ નથી, નોકર-ચાકર ખુબ છે!

રમણીય છે ઉપવન એમાં, સ્વર્ગનું બીજું રૂપ છે!
આવું તો બીજું ઘણું છે, બસ તારી એક જરૂર છે!

દિલ તારું એક મહેલ છે, વાણી એજ ધન,
હાથોમાં તારા ઉપવન છે, સ્વર્ગ એજ તું છે!

તું જ નથી જો એમાં મને શીદ પડી છે,
માટેજ એને વહેંચી રહ્યો છું લેવા વાળું કોણ છે!

- કમલ અંબાલિયા-

3 comments:

Sapana said...

sunder bhavnaa!!I like your blog.

Sapana

Pancham Shukla said...

It would be good to listen as you are composer/singer. Good expressions.

Anonymous said...

વાહ...વાહ, દિલ પોકારી ગયું, દોસ્ત!
સપનાં આમ વેચાતાં હોત તો?!...