પહેલા જે 'હું' હતો એ આજે 'કોઈક' થઇ ગયો,
હવે તો આદત પડી ગઈ છે તમારા વિના રહેવાની.
ભમરો જે ગણગણતો એ આજે દૂર થઇ ગયો,
ફૂલોને પણ ટેવ પડી ગઈ છે કાંટા સાથે રહેવાની.
દોસ્તીની જે સુંદર પળ હતી એ આજે ફોક થઇ ગઈ,
દુશ્મનોને પણ ભાળ મળી ગઈ છે દોસ્તના જુદા થવાની.
સુખની જે કલ્પના હતી એ આજે વ્યાધિ થઇ ગઈ,
હવે તો ઈચ્છા થઇ આવી છે જિંદગીનો સાથ છોડવાની.
ભવિષ્યની જે યોજના હતી એ કિસ્મત પાર આજ રોવાનું,
હવે 'કમલ' ને વ્યસન થઇ ગયું છે દુઃખનાં જામ પીવાનું.
દિલમાં જે તમ્મના હતી એ આજે અચાનક મુરજાઇ ગઈ,
હવે તો વાત ચાલી રહી છે એક નવી દુનિયા શોધવાની.
નિકટ હતા જે હમેંશા એ આજે શાથી દૂર થયા,
હવે તો મરજી મળી ગઈ છે સંગ તમારો છોડવાની.
- કમલ અંબાલિયા -
2 comments:
very nice kavya>
it has lots of fellings.
Sapana
દોસ્ત, શરૂઆતની ત્રણ પંક્તિઓ ખુબ જ ચોટદાર,
પણ હંમેશા જો છેલ્લી પંકિતઓ ચોટદાર અને વધુ સંવેદનશીલ બને તો ગઝલ માં જાન આવી જાય!
Post a Comment