આમંત્રણ

"ધબકાર" એ મારા દ્વારા રચાયેલી મૌલિક કૃતિઓનો અને મારા જીવનમાં વણાયેલા સ્મરણો નો સમન્વય છે.

આ એક માત્ર મારો પ્રયાસ છે, મારામાં રહેલ આનંદ, શોક, લાગણી અને પ્રેમ ને આપ સુધી પહોંચાડવાનો!

આ બ્લોગમાં રહેલી રચનાઓ નેં મેં કઈંક એવી રીતે પ્રદર્શિત કરવાનો પ્રયત્ન કર્યો છે કે જેથી કરીને તમારી અને મારી મુલાકાત એક આનંદદાયક મુલાકાત બની જાય.

ધડકવા દો તમારા હૃદયને મન મુકીને આજે, ને એક ધબકાર મારો પણ.......

કમલ અંબાલિયા

Saturday, June 27, 2009

(૩) તો જાણું

વરસાદમાં મુક્તમને પલળી રહેલી પ્રેમિકાના મનમાં છુપાયેલી ભાવનાને આ કવિતા પ્રદર્શિત કરે છે.
-------------------------------
વરસતા વરસાદની પ્રથમ હેલીમાં,
ભીંજાયેલી નારને કહેવું છે.

પલળ્યાં તે માન્યું,
હવે ભીંજવો તો જાણું.

પાલવ ઝટકાવ્યું,
હવે ઓઢો તો જાણું.

દિલમાં છે તમ્મના,
હવે વ્યકત કરો તો જાણું.

પોતાની રાખો છો ખેવના,
હવે અમારી કરો તો જાણું.

પલકોમાં છે સપના,
હવે હકીકત ખોલો તો જાણું.

બાહુની છે વરમાળા,
હવે પહેરાવો તો જાણું.

-કમલ અંબાલિયા-

1 comment:

bharat suchak said...

bahu sarase lakho cho tamari badhi kavita sunder che